વિસનગર: વડનગર સિવિલના લાંચિયા અધિક્ષક ૩ દિવસના રિમાન્ડ પર
વિસનગર: વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. હર્ષિદ પટેલને ₹20 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ, આજે તેમને વિસનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી તબીબના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.