મારા પતિને મેં કેનેડાના PR કરાવી આપ્યા હતા, ત્યારબાદ મારા પતિએ ભારત પરત આવ્યા બાદ મારી સાથે જબરદસ્તી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને એના વીડિયો ઉતારી લીધા હતા. મારા પતિનો મિત્ર ઘરે આવીને મારા પર ખરાબ નજર રાખતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો. આ શબ્દો છે વડોદરામાં 4 વર્ષના પુત્ર સાથે રહેતી પીડિત મહિલાના....
પતિ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી પરેશાન મહિલાએ સમગ્ર મામલે સાસુ, સસરા અને આણંદના બિલ્ડર પતિ અને તેના મિત્ર સામે વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.