કાલોલ: દિલ્હી મુંબઈ હાઈવે પર ભાટપુરા નજીક ફોર વ્હીલ ગાડી ને ટક્કર મારતા એક જ પરિવારના 3 ના મોત 1 ઈજાગ્રસ્ત.
ખાનપુર તાલુકાના વડાગામ ખાતે રહેતા વિપુલકુમાર જોશીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેમના બનેવી હેમંતકુમાર નટવરલાલ પંડ્યા સુરત ખાતે રહે છે અને રસોઈકામ કરે છે જેઓ પોતાની મહિન્દ્રા એસયુવી લઈને પરિવાર સાથે સુરત થી પોતાના વતન મુડાવડેખ તા ખાનપુર જી મહીસાગર ખાતે આવવા નીકળ્યા હતા ત્યારે ગોધરા નજીક મહેલોલ પાસે આવેલ ભાટપુરા નજીક એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મહિન્દ્રા એસયુવી કાર ને ટક્કર મારતાં કારને