કાલોલ: કાલોલ પાલિકા દોડતી થઈ: કાલોલમાં સરકારી કચેરીઓ સામેનો કચરો હટાવાયો.
કાલોલ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી જામેલા ગંદકીના ઢગને આખરે પાલિકા તંત્ર દ્વારા સાફ કરવામાં આવ્યું છે.ગત રોજના સ્થાનિક પ્રત્રોના અહેવાલમાં જણાવાયું હતું કે આ જગ્યાએ મટન અને ચિકનની દુકાન ધરાવતા કેટલાક બેજવાબદાર તત્વો દ્વારા કતલ કરેલા જાનવરોના અંગો, હાડકા, મરઘીના પીંછા તેમજ માછલીના અવશેષો અને ગંધ મારતો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને જાહેરમાં ફેંકવામાં આવે છે. જ્યાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કાયદો-વ્યવસ્થા અને