ઉમરગામ: ઉમરગામ તાલુકા સહિત જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાનનો સરવે, 51230 હેકટરમાં 21 કરોડના નુકસાનનો અંદાજ
રવિવારે સાંજે 7 કલાકે મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકા સહિત જિલ્લામાં ઓક્ટોબર-2025 દરમિયાન કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકોને નુકસાન માટે કલેકટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સરવેમાં જિલ્લા ખેતીવાડી શાખાના અંદાજ મુજબ ડાંગરનું કુલ 73766 હેકટર વિસ્તારમાં વાવેતકર પૈકી 51230 હેકટર વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન થયાની હકીકત સામે આવી છે.