ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સજોદ ગામમાં રહેતો બુટલેગર પ્રગ્નેશ નરેશભાઇ પટેલ દ્વારા સજોદથી કાનવા જતા રોડની બાજુમા ખેતરની અવાવરૂ જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં.પોલીસને સ્થળેથી વિદેશ દારૂની 575 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 1.68 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.