બાવળા: કલ્યાણગઢ નજીક ઇકો ગાડી ની ટક્કર વાગતા મહિલા નું મોત નીપજ્યું
તા. 29/03/2026 ના રોજ સાંજે 5.30 વાગ્યાના સુમારે અમદાવાદ - રાજકોટ હાઇવે પર કલ્યાણગઢ ગામ નજીક ઇકો ચાલકે રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને ટક્કર મારી ઇકો લઈ નાસી છૂટ્યો હતો. મહિલા ગંભીર રીતે ઘવાતા 108 મારફત સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. બગોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે