ગીર ગઢડા: ગીર ગઢડામાં સિંહણનો આતંક, હાઉસિંગ સોસાયટીમાં સીસીટીવી કેદ
ગીર ગઢડાની હાઉસિંગ સોસાયટીમાં સિંહણે શ્વાનનો શિકાર કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સિંહણની હિલચાલ સીસીટીવીમાં કેદ થઈ છે. સ્થાનિકોએ વન વિભાગને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા માટે પગલાં લેવા માંગ કરી છે.