વિસનગર: તળ કડવા પાટીદાર સમાજના 32માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, કેબિનેટ મંત્રીએ હાજર રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા
વિસનગર શહેરના ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે તળ કડવા પાટીદાર સમાજના 32માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં નવ યુગલોને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આશીર્વાદ આપી નવા જીવનની શુભકામનાઓ પાઠવી હતી.