મહુવા તાલુકાના ઉમરા ગામના 19 વર્ષીય શ્રમિક મનીષભાઈ મંગુભાઈ પટેલને બારડોલીની સ્પેશિયલ પોક્સો અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. બચાવ પક્ષ તરફથી એડવોકેટ સુશ્રી જોલી એસ. પારેખે અસરકારક દલીલો રજૂ કરતાં યુવાનને ન્યાય મળ્યો છે. કેસની વિગતો અનુસાર મનીષભાઈ સામે 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાના તેમજ પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનાઓના આરોપો મૂકાયા હતા. આ કેસને કારણે તેમને 469 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.