ભાવનગર શહેર: કરચલીયા પરા જોગીવાડની ટાંકી વિસ્તારમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું અવસાન થયું
Bhavnagar City, Bhavnagar | Jul 16, 2026
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. આજે વહેલી સવારે કરચલીયા પરા જોગી વાડની ટાંકી વિસ્તારમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.