થરાદ: મહાજનપુરા જમડા વચ્ચે કેનાલના કિનારેથી બાઇક મળતાં રહસ્ય ઘેરાયું
થરાદ તાલુકાના મહાજનપુરા અને જમડા પુલ વચ્ચેની મુખ્ય નર્મદા કેનાલ પાસે એક બાઇક મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ અનેક પ્રકારની શંકાઓને ઉદભવી છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેનાલ કિનારેથી મળી આવેલી બાઇકની બાજુમાં કેનાલની દીવાલ પર એક પટ્ટો, ટોપી અને ધાબળો પણ પડેલો મળી આવ્યો હતો. આ વસ્તુઓની હાજરીએ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી છે.