કાલોલ: ડેરોલગામ ગ્રામ પંચાયતના તાબાનું જુનુ ગ્રામ સેવક કવાર્ટર વગર મંજુરીએ તોડી પાડતા તાલુકા પંચાયત સભ્યએ આપી પ્રતિક્રિયા
આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકાના ડેરોલગામના સ્થાનિક અરજદારે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ડેરોલગામ ગ્રામ પંચાયતના તાબાનું જુનુ ગ્રામ સેવક કવાર્ટર પંચાયતના કેટલાક વહીવટદારોએ ડિમોલેશનની મંજુરી વિના તોડી પાડવાનો તેમજ ગેરવહીવટનો આક્ષેપ કરતા ગ્રામ પંચાયતમાં હડકંપ મચાવ્યો છે.જેને લઈ ડેરોલગામ તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ ખડીયાએ આપી વિગતવાર માહિતી.