ભાવનગર શહેર: ઉમરાળા રૂટના ST બસ પાસ વાળા વિદ્યાર્થીઓ દ્વારા અનિયમિત બસને લઈને એસટી કચેરી ખાતે રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Aug 11, 2026
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ના ઉમરાળા રૂટ પર બસો અનિયમિત દોડતી હોવાના આક્ષેપ સાથે ST પાસ ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા એસટી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઉમરાળા રૂટ પર બસ સેવા નિયમિત ન મળવાને કારણે શાળા-કોલેજે જવા-આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.