તળાજા: મસ્તરામ ધારા ખાતે સફાઈ અભિયાન, ધારાસભ્ય સહિત આગેવાનો જોડાયા
આજરોજ 24 સપ્ટેમ્બર 2026, ગુરુવારના બપોરે 1:30 કલાકે, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મસ્તરામ ધારા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર, તાલુકા ભાજપ મહામંત્રી વિનુભાઈ ચૌહાણ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક જોડાઈને મંદિર પરિસર તેમજ દરિયા કિનારે સફાઈ કરી હતી. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને પર્