અમદાવાદના સરદારનગર વોર્ડના ભાજપ કોર્પોરેટર સન્ની ખાનચંદાનીની બર્થ-ડે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સેલિબ્રેશનમાં શરાબ અને કબાબની મહેફિલ જામી હોવાની સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે. વીડિયો વાયરલ થતાં જ રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે અને સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.