મહુધા: વાસણા ગામે નિ: શુલ્ક એક્સ -રે કેમ્પ યોજાયો
Mahudha, Kheda | Dec 28, 2025 મહુધા તાલુકાના વાસણા ગામના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર અને મપારીયા રામદેવપીર મંદિર પરિસરમાં જાહેર આરોગ્ય વિભાગના સહયોગથી નિઃશુલ્ક એક્સ-રે કેમ્પ યોજાયો. શ્વાસ સંબંધિત તકલીફો ધરાવતા દર્દીઓ માટે છાતીના એક્સ-રે કરવામાં આવ્યા અને કુલ ૧૯૪ લાભાર્થીઓએ સેવા લીધી. ટીબી સહિતના શ્વાસરોગોની વહેલી ઓળખ માટે ખાસ કાળજી લેવાઈ. ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ અને સ્વયંસેવકોના સહકારથી કેમ્પ સફળ રહ્યો હતો