બાવળા: બગોદરા ખાતેથી વિદેશી દારૂ ભરેલી બિનવરસી રીક્ષા ઝડપાઈ
તા. 25/03/2026 બુધવારે સવારે 5 વાગે બગોદરા પોલીસે બગોદરા ટોલ નાકા પાસે પડેલી બિનબારસી રીક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 475 કિંમત રૂપિયા 100250 અને રીક્ષા ની કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 150250 નો મુદામાલ કબ્જે કરી 3 આરોપી સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે