ઉમરગામ: મૃતકના વાલી વારસોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ, નવાબ હોટલની સામે મુંબઈથી વાપી તરફ જતા ને.હા.નં.૪૮ના બીજા ટ્રેક ઉપર તા.૨૭-૧૦-૨૫ના રોજ રાત્રે ૭-૩૦ વાગ્યાના સુમારે અજાણ્યા વાહન ચાલકે વાહનને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આશરે ૪૫ થી ૫૦ વર્ષીય શંકરભાઈને અડફેતે લઈ અકસ્માત કરી વાહનચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.