ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઇફકો દ્વારા નિર્મિત ધરામૃત જૈવિક દ્રાવણનું અનાવરણ કરાયુ
કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અડાલજ ખાતે ઇફકો દ્વારા નિર્મિત પ્રાકૃતિક દ્રાવણ "ધરામૃત"નો અનાવરણ સમારોહ યોજાયો હતો. મંત્રીએ સંપૂર્ણ સ્વદેશી ખાતર ધરામૃતનું અનાવરણ કરતા કહ્યું હતું કે, પ્રાકૃતિક વસ્તુઓથી નિર્મિત આ ખાતર જમીનની ફળદ્રુપતા વધારશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. લાંબા સંશોધનો અને વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ નવી ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ આ ખાતર ખેડૂતોની સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ બનશે.