માલપુર: માલપુરના મંદિરમાંથી ઝડપાયો ગાંજો, 4 સામે ગુનો નોંધાયો
અરવલ્લીના માલપુરના ઉભરાણ ખાતે આવેલા શૂલપાણેશ્વર મંદિરમાં પોલીસ રેડ દરમિયાન 11.397 કિલો ગાંજો ઝડપાયો છે. પોલીસે 5.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મંદિરના પૂજારીઓ અને વહીવટકર્તા સહિત 4 સામે NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.