સોખડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બાલવાટિકા થી 5 સુધીની આ શાળામાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, છતાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રત્યે અદભૂત રસ દર્શાવતા કુલ 25 જેટલા સર્જનાત્મક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.વિશેષ આકર્ષણનું કેન્દ્ર Aditya-L1 પરથી પ્રેરિત “સૂર્યયાન આદિત્ય”નું વર્કિંગ મોડેલ રહ્યું હતું.જેમાં ઉપગ્રહને અવકાશમાં કેવી રીતે મોકલવામાં આવે છે તેની સરળ અને રસપ્રદ સમજ આપવામાં આવી હતી.