નિકોલ જ્વેલર્સ ચોરી કેસના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોર્ટે સહઆરોપી મયુર માળીના જામીન મંજૂર કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આરોપીને કડક શરતો સાથે જામીન આપ્યા છે, જે અંતર્ગત તેણે મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. આ કેસમાં કાયદાકીય કાર્યવાહી હજી પણ ચાલુ છે.