કાલોલ: વીજ સમસ્યા મુદ્દે ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીના રહીશો અને કોર્પોરેટરોએ MGVCL માં સંયુક્ત રજૂઆત કરી
કાલોલ શહેરના વોર્ડ નં. 4 હેઠળ આવેલ ભાગ્યોદય સોસાયટી અને ચામુંડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી વીજ સમસ્યાઓ જેવી કે લો વોલ્ટેજ, વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો અને ભારે વોલ્ટેજ વગેરે અંગે આજે રહીશો અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી ખાતે સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી.