DYSPના અધ્યક્ષતામાં લીમખેડા પોલીસ મથકે રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી રથયાત્રા પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી લીમખેડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક, લીમખેડા વિભાગની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રીરામજી મંદિર કમિટીના સભ્યો, લીમખેડા વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સૌહાર્દ જાળવવા, અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલી
Dohad, Dahod | Jul 12, 2026