દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો.
આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 147 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી હતી, જેના પરિણામે એક જ સ્થળે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકી હતી.
આ કાર્ય
Dohad, Dahod | Jul 13, 2026