ખંભાત: સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષના સભાખંડમાં ભાજપાએ મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત બેઠક યોજી ધારાસભ્ય સહીત હોદેદારો જોડાયા
ગુરુવારે સાંજે 5 કલાકે ખંભાતના સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષના સભાખંડ ખાતે ભારતીય જનતા પાર્ટીએ મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.જે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, તથા સંગઠન મહામંત્રી રત્નાકરે SIR સંદર્ભે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.આ બેઠકમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, અભિયાનના પ્રભારી દક્ષેશભાઈ શાહ સહીત હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા.