મણિનગર: ગોમતીપુર વિસ્તારમાં દૂષીત પાણીના કારણે હાલાકી, સ્થાનિક મહિલાએ વીડિયો કર્યો વાયરલ
ગોમતીપુર વિસ્તારની બાઈ મોતીની ચાલીમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં છેલ્લા ઘણા સમયથી કાળા રંગનું અને અત્યંત ડહોળું પાણી આવી રહ્યું છે. આ અંગે તંત્રને લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનુ વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતુ.સમગ્ર મામલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ.