ગોધરા: CEIR પોર્ટલની મદદથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે 2.06 લાખના 9 ગુમ થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત આપ્યા
CEIR પોર્ટલની મદદથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે 2.06 લાખના 9 ગુમ થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત આપ્યા,ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ટેક્નોલોજીની મદદથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલ મારફતે ગુમ થયેલા મોબાઇલ શોધવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.