છોટાઉદેપુર: વીજળી મુદ્દે ખેડૂતોનો વિરોધ, તેજગઢ MGVCL કચેરીએ ધરણા
છોટાઉદેપુરના ડોલરીયા પંથકમાં અઠવાડિયાથી ખેતી માટે વીજળી ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. 100થી વધુ ખેડૂતોએ તેજગઢ MGVCL કચેરીએ પહોંચી ધરણા કર્યા હતા અને બે દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.