ગાંધીનગર: સેક્ટર 11 ખાતે ધારાસભ્ય રીટાબેન પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા રાવણ દહન કાર્યક્રમ
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીએ આતશબાજી સાથે રાવણદહન અને રામલીલાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ૫૧ ફૂટ ઊંચા રાવણ તેમજ કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરાયું હતું. ડ્રોન સાથે આકાશમાં ઉડી રહેલ પ્રતિકાત્મક હનુમાન બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.