ગાંધીનગર: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીની જાહેરાત
ગાંધીનગરના કોબા ખાતેથી ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ તારીખના રોજ ફોર્મ ભરાશે સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગે થશે.