ગાંધીનગર: ગાંધીનગર ઇન્દ્રાબ્રિજ ખાતે દશેરા પર્વને લઈને ભગવાનની પાલખી યાત્રા યોજાઈ,સાબરમતી નદીની આરતી કરાઈ
વિજયા દશમીના પાવન પર્વે સરદાર નગરમાં આવેલ મહાકાલ મંદિરથી મહાકાલ મહારાજની ભવ્ય પાલખી યાત્રા ગાંધીનગર ભાટ ઇન્દ્રાબ્રિજ સુધી નીકળી હતી. યાત્રાની શરૂઆત સરદાર નગર ભીલવાસથી થઈ અને ભાટ ઇન્દિરા બ્રિજ છઠ ઘાટ સુધી યોજાઈ હતી. આ પ્રસંગે મેયર, ધારાસભ્યો તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ હાજર રહ્યા હતા. ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીમાં 1212 ફૂટની સાડી અર્પણ કરવામાં આવી હતી. ભગવાનને રજત પાલખીમાં બિરાજમાન કરી.