મણિનગર: શહેરમાં રોગચાળામાં વધારો, સોલા સિવિલ ખાતેથી RMO એ આપી માહિતી
ચોમાસાની શરૂઆત થતાં જ અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર એક સપ્તાહમાં રેકોર્ડબ્રેક ૧૪,૦૫૧ ઓપીડી નોંધાતા તંત્ર દોડતું થયું છે. ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઈન ફ્લૂ અને ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસના ખતરાને જોતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને બાળકોમાં લક્ષણો દેખાતા જ તાત્કાલિક ટેસ્ટ કરવાના આદેશ અપાયા છે.