કાલોલ: લાંબા વેકેશન બાદ શાળાઓ ખૂલતાં જ કેમ્પસ ગુંજી ઉઠ્યા: કાલોલની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહભેર પ્રારંભ
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કાલોલ શહેરમાં પણ આજથી ઉનાળુ વેકેશનની સત્તાવાર સમાપ્તિ થઈ છે. વેકેશન પૂરું થતાં જ આજ રોજથી નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો ખૂબ જ મંગલમય અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. લાંબા સમયના વિરામ બાદ આજે વહેલી સવારથી જ કાલોલના માર્ગો શાળાના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓથી ઉભરાતા જોવા મળ્યા હતા. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત કાલોલની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ એવી ધી એમ.જી.એસ. હાઈસ્કૂલ તેમજ સી.બી.