બોરસદ રૂરલ પોલીસ દ્વારા નવરાત્રી-દશેરા પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.....
બોરસદ, તારીખ. 09 ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તારીખ. 11થી 21 ઓક્ટોબર દરમિયાન આયોજિત થનારા નવરાત્રી અને દશેરાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી......
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, ગામોના સરપંચો અને નવરાત્રીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ, સલામત અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.....
#Charotar_Breaking_India #letestnews #borsadruralpolice #news #breakingnews