સાણંદ તાલુકાના જુવાલ ગામે રીલ બનાવતી વખતે ત્રણ મિત્રો પાણીમાં ગયા હતા, જેમાંથી બે યુવકો ડૂબી ગયા. બનાવની જાણ થતાં ગ્રામજનો અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં એક યુવક બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. જ્યારે બીજા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમને હજુ સુધી સફળતા મળી નથી. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
#HumDekhengeNews #SanandNews #AhmedabadNews #ReelAccident #DrowningIncident #GujaratNews