કાલોલ: કાલોલ તાલુકામાં બેફામ ખનન ને કારણે ગોમા નદીનું અસ્તિત્વ જોખમમાં, કલેક્ટરથી લઈ ગૃહમંત્રી સુધી લડાયક રજૂઆત
કાલોલ તાલુકામાં આવેલી ગોમા નદી હાલ ખનિજ માફિયાઓ માટે કમાણીનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હોવાનો સળગતો મામલો સામે આવ્યો છે. વેજલપુરના જાગૃત નાગરિક દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત રાજ્યના ગૃહવિભાગ સુધી લેખિત રજૂઆત કરી ગોમા નદીમાંથી થતી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રેતી ચોરી તાત્કાલિક અટકાવવા અને માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં કરાયેલા ગંભીર આક્ષેપો અનુસાર, કાલોલ તાલુકાના ધુસર, ભેરવની મુવાડી તેમજ અગાસીની મુવાડી ગામો નજીકથી પસ