ગાંધીધામમાં AAPનો વિરોધ પ્રદર્શન, LPG સિલિન્ડરની અંતિમયાત્રા કાઢી ભાવવધારા સામે રોષ
ગાંધીધામમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા રાંધણગેસ (LPG)ના સતત વધી રહેલા ભાવોના વિરોધમાં અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકરોએ શહેરની મુખ્ય બજારમાં LPG સિલિન્ડરની પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે રાંધણગેસના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સતત ભાવવધારાની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડી રહી છે, છતાં સરકાર આ મુદ્દે નિષ્ક્રિય રહી માત્ર ઉજવણીઓ અને ઉદ્ઘાટનોમાં વ્યસ્ત છે.
પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ વધતી મોંઘવારી અને LPGના ભાવ ઘટાડવાની માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમમાં ડો. કાયનાત અંસારી આથા, નીશાબેન દુદાની, અમૃતભાઈ રાઠોડ, સુનીલ જેઠવાની, અસલમ સૈયદ, જીજ્ઞાશ�