એમજી રોડ જૈન દેરાસરમાં થયેલી ચોરી મામલે એક શખ્સને પોલીસે ઝડપી લીધી
Bhavnagar City, Bhavnagar | Feb 26, 2026
ભાવનગર શહેરના એમ જી રોડ વિસ્તારમાં જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. એમજી રોડ પર આવેલા જૈન દેરાસરમાં બનેલી ચોરીના ઘટના મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારે આ ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને એમજી રોડ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.