🚨 જામનગરમાંથી LCBએ લાલપુરના વિમલ વિઠ્ઠલભાઈ કાકરેજાને 8 ચોરીની બાઈક સાથે ઝડપી અંદાજે રૂ.2 લાખના વાહનો કબજે કર્યા છે. મહાપ્રભુજી બેઠક નજીકથી 4 અને બેડી બ્રિજ નીચેથી 4 બાઈક મળી આવી હતી. ઇ-ગુજકોપમાં ચકાસણી કરતાં તમામ બાઈક ચોરીની હોવાનું ખુલ્યું અને જામનગરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. કબજે કરાયેલા વાહનોમાં 7 સ્પ્લેન્ડર અને 1 હીરો હોન્ડા સીડીનો સમાવેશ થાય છે. પોલીસ મુજબ આરોપી જાહેર પાર્કિંગમાંથી બાઈક ચોરી કરતો હતો. આ કેસમાં બે કાયદાથી સંઘર્ષિત કિશોરોની પણ સંડોવણી સામે આવી છે, જ્યારે વિમલ કાકરેજા વિરુદ્ધ અગાઉ પણ વાહનચોરીના 4 ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
[ jamnagar, lalpur, lalpur news, bike theft, vehicle theft, lcb, lcb action, stolen bikes, 8 stolen bikes, jamnagar police, crime news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #lalpur #jamnagarpolice #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 3, 2026