જેસર: જેસર તાલુકાના બિલા ગામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન ગંભીર આક્ષેપો સામે આવ્યા
જેસર તાલુકાના બિલા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન ગંભીર આક્ષેપો સામે આવ્યા જેમાં એક જાગૃત નાગરિક દ્વારા એક ચોક્કસ ઉમેદવાર સામે જમીન દબાણ અને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન બદલ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અને પોલીસ ફરિયાદ નોંધવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરસોતમ મકવાણાએ પત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સંબંધિત ઉમેદવારે ગ્રામ પંચાયત કે સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા