ગોધરા: પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓમાં કુલ 9 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા સેન્ટરોની યોજના નો પ્રારંભ
રાજ્યભરમાં 101 નવા શ્રમિક અન્નપૂર્ણા સેન્ટરોના લોકાર્પણના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓમાં કુલ 9 સ્થળોએ આ યોજનાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.રાજ્યભરમાં શ્રમિકોને પૌષ્ટિક અને સસ્તું ભોજન મળી રહે તેવા ઉમદા હેતુથી પંચમહાલ જિલ્લામાં 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' કાર્યરત કરવામાં આવી, જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પટેલવાડા સ્થિત કડિયા નાકા પર ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીના વરદ હસ્તે યોજનાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો.