જાહેરમાં રિક્ષામાં નશો કરતા યુવકો ઝડપાયા
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેસીને જાહેરમાં નશાનું સેવન કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો વાયરલ થવાની ઘટનાને ગંભીરતાથી લઈને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ નશાખોરોને શોધી કાઢીને ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલા યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો, જેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં જ કાન પકડીને જાહેર જનતા અને પોલીસની માફી માંગી હતી. આરોપીઓએ ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારનું કૃત્ય નહીં કરવાની લેખિત અને મૌખિક ખાતરી આપી હતી. પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
#factfindernews
#sayajigunjpolice #vadodara
#arrested #Viralvideos