તારાપુર: ખડા ગામે જમીનની ફરિયાદમાં સમાધાન બાબતે એકને માર મારતા ફરિયાદ
Tarapur, Anand | Jul 12, 2026 તારાપુરના ખડા ગામના બસસ્ટેન્ડ નજીક રહેતા ફરિયાદી ઈલીયાસમીંયા મોહંમદમીંયા મલેક પત્નીને દવાખાનાએથી સારવાર કરાવીને બાઈક પર ઘર તરફ જતા હતા. દરમિયાન કસ્બાના નાકે અફઝલમીંયા ઝાકીરમીંયા મલેક, અકરમમીંયા ઝાકીરમીંયા મલેક, ઝાકીરમીંયા ઈબ્રાહીમમીંયા મલેક અને સરફરાઝમીંયા અબ્દુલમીંયા મલેકે તેને રસ્તામાં રોક્યો હતો અને અગાઉ થયેલ જમીન બાબતની ખોટી ફરિયાદ આપી હતી. જે બાબતે સમાધાન કરી લેવાનું જણાવીને ઝઘડો કર્યો હતો.અને માર માર્યો હતો.જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.