માનવ સેવાના ઉમદા હેતુ સાથે ‘એકસંઘ ફાઉન્ડેશન’ દ્વારા ખંભાતના અલીંગ ચાર રસ્તા પાસે આવેલા C.J.G. ચેરિટેબલ ટ્રસ્ટ ભવન ખાતે એક ભવ્ય નિઃશુલ્ક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.આ મેડિકલ કેમ્પમાં અમેરિકાથી ખાસ પધારેલા જાણીતા એમ.ડી. ડોક્ટર અજીતભાઈ પટેલ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં જનરલ ડોક્ટરી તપાસ, ECG અને બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસની તપાસ, મોઢા અને ગળાનું ચેકઅપ મહિલાઓ માટેગર્ભાશયના મુખનું ચેકઅપ સહીત 116 દર્દીઓની તપાસ કરી હતી.