દાહોદ જિલ્લાની મંડેર તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક બેઠક યોજાઈ
મંડેર તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વિસ્તારના જનહિત સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અને વિકાસના કામો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સ્થાનિક સ્તરે નાગરિકોને પડતી સમસ્યાઓ, વિકાસલક્ષી જરૂરી કામો તેમજ જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉઠાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આગામી સમયમાં સંગઠનને વધુ સક્રિય બનાવવા અને સ્થાનિક પ્રશ્નોને લઈને કામગીરી આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Dohad, Dahod | Sep 29, 2026