કાલોલ: દેલોલ કૂટેવાળ તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઊંડું કરતાં ગ્રામજનોનોએ વિરોધ નોંધાવ્યો
કાલોલ તાલુકાના દેલોલ અને ફૂટેવાડ ગામ નજીક આવેલ તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી ૨.૦ અંતર્ગત ઊંડું કરવામાં આવતાં ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હતો.જેમાં મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે ગામના બાળકો અને પશુઓ તળાવમા નાહવા માટે જાય છે અને મહિલાઓ કપડાં ધોવા માટે જાય છે. જે ઊંડું કરવાથી કોઈ બાળક અથવા મહિલા ડૂબી જશે તો જવાબદારી કોની રહેશે તેમ કહી વિરોધ નોંધાવ્યો હતો અને માટી ખોદકામ બંધ કરવા માટે જણાવ્યું હતું.