જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે રાત્રિના સમયે સિંહ ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો
જેસર તાલુકાના શાંતિનગર ગામે રાત્રિના સમયે સિંહ ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિંહની ગામમાં અવરજવરનો આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે સિંહ ગામની શેરીઓમાં ફરી રહ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને વન વિભાગને જાણ કરવામાં આવી છે. ગ્રામજનોએ રાત્રિના સમયે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.