તારાપુર: તારાપુરના આદરૂજ ગામના વ્યક્તિ પાસેથી 7 તોલા દાગીના પચાવી પાડનાર જવેલર્સ વિરુદ્ધ ફરિયાદ
Tarapur, Anand | Apr 9, 2026 તારાપુરના આદરૂજ ગામની ભરવાડની ઝોકમાં 50 વર્ષીય બચુભાઈ છબાભાઈ ભરવાડ રહે છે. વર્ષ 2016માં તેમની બે દીકરીના લગ્ન પ્રસંગમાં વધારે પડતો ખર્ચ થતાં દેવું થઈ ગયું હતું, જેથી દેવું ચૂકતે કરવા માટે બચુભાઈએ પોતાની પાસેનું 7 તોલા સોના-ચાંદીના દાગીના ખંભાત ઝંડા ચોક પાસે આવેલા ભાવેશભાઈ દંતારાની એસ.ડી.જ્વેલર્સ નામની દુકાને અવેજમાં મૂક્યું હતું, જે પેટે તેમણે રૂપિયા 1.10 લાખ માસિક 2.5 ટકાના વ્યાજે લીધા હતા. તે દાગીના છોડાવવા જતા જવેલર્સે હાથ લીધા હતા.